THE AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE- RAJKOT
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - રાજકોટ

માનનીય સદગૃહસ્થો,

શ્રી ખેતીવાડી ઉત્પન્નબજાર સમિતિ-રાજકોટનો સને ર૦ર૧.રર ના વર્ષનો પ૬મો વાર્ષિક અહેવાલ તથા હિસાબો આપની સમક્ષ રજુ કરતાં આનંદ અનુભવું છુ. બજાર સમિતિ-રાજકોટ ની સામાન્‍ય ચુંટણીમાં મને અને મારા સાથી મિત્રોને ચુંટવા બદલ આભાર વ્યકત કરૂં છુ.

તેમજ અમારા સાથી મિત્રોએ મારામા વિશ્વાસ મુકી મને ચેરમેનશ્રી તરીકે ચુંટવા બદલ ધન્યવાદ પાઠવું છું. અમારી અગાઉના વ્યવસ્થાપકો ધ્વારા મુખ્ય યાર્ડમાં આજી નદી બાજુ આવેલ પટ્ટ/ મેદાન માં ડામર/પેવર કામ હાથ ઉપર લીધેલ, તે કામ ચોકસાઇ પુર્વક થાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહેલ છે.

બજાર સમિતિ-રાજકોટના બેડી ખાતેના મુખ્યયાર્ડમાં ખેડુત-કેન્ટીનની વ્યવસ્થા છે, પરંતુ સ્થળ પસંદગી અનુકુળ આવતી નહોય ખેડુત કેન્ટીન માટે મુખ્ય યાર્ડના પ્રવેશ ગેઇટની બાજુમા આવેલ બ્રોકર ઓફીસ ડી-ટાવરનું બાંધકામ જે મોકેફ રાખવામાં આવેલ છે

તેના ગ્રાન્ઉડમાં નવી ખેડુત-કેન્ટીન બાંધકામ કરવા માટે ટેન્ડર પ્રક્રીયા હાથ ધરેલ છે, આ નવી ખેડુત-કેન્ટીન બાંધકામ પુર્ણથયે ખેડુતો/વેપારીઓ/મજુરો વગેરને વ્યાજબી ભાવે પોષ્ટીક ભોજન, ચા-નાસ્તાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બજાર સમિતિ-રાજકોટની બેડી મુખ્ય યાર્ડની ઓફીસ બીલ્ડીંગનું અધુરા રહેલ બાંધકામ ને પુર્ણ કરવા ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવેલ છે.

બજાર સમિતિ-રાજકોટના શ્રી પોપટભાઇ સોરઠીયા સબ યાર્ડમાં અસામાજીક તત્વો/સમસ્યાના પ્રોબલેમ માટે કાયમી ધોરણે પોલીસ ચોકી સ્થાપવા માટે પ્રયત્નો કરવામાં આવી રહેલ છે અને પોલીસ ચોકી માટે જરૂરી બાંધકામ કરવા ટેન્ડર પ્રક્રીયા હાથધરવામાં આવેલ છે.

બજાર સમિતિ-રાજકોટ ના મુખ્ય તથા સબ યાર્ડમાં સફાઇ ની કામગીરી બાબતે મારી સમક્ષ રજુઆતો આવેલ, જે અંગે જાત નિરક્ષણ કરી સફાઇ કામગીરી/યુરીનલ સેવામાં રહેલ ક્ષતિઓ દુર કરી સ્વચ્છતાં અભિયાન સતત ચલાવવામાં આવી રહેલ છે, સ્વચ્છતાં બાબતે કોઇ સમસ્યા ન રહે અંગે ઘટતાં જરૂરી તમામ પગલાઓ સત્વરે લેવામાં આવી રહેલ છે.

બજાર સમિતિ-રાજકોટના શ્રી પોપટભાઇ સોરઠીયા સબ યાર્ડમાં વાહન પ્રવેશ/એન્ટ્રી ફી ઉધરાવવા ની સ્થાપિત વ્યવસ્થા અન્યવે વર્ષોથી એક જ પાર્ટી ને એકજ રકમથી ઇજારો આપવામાં આવેલ હતો, જે વ્યવસ્થામોં પારદર્શિતા લાવવા ટેન્ડર પ્રક્રીયા હાથધરી ઉંચી ઓફર મંજુર કરી સંસ્થાની આવકમાં વધારો કરાવવામાં આવેલ છે.

સરકારશ્રી તરફથી તથા અન્ય સંસ્થાઓ ધ્વારા ચલાવવામાં આવતાં અભિયાન પરત્વે રસીકરણ, મેડીકલ સારવાર, આંખોની સારવાર, તથા ચશ્મા માટેનો કેમ્પરાખી લોકો ઉપયોગી સામાજીક કામગીરી કરવામાં સતત પ્રયત્નો કરવામાં આવી રહેલ છે.

સને ર૦ર૧.રર ના વર્ષ દરમ્યાન વૈફિવક કોરોના મહામારી આખુ વર્ષ ચાલુ રહેલ અને હાલ પણ ઉકત સમસ્યાનો નિવડો આવેલ નથી. કોરોના અંગે સરકારશ્રી તરફથી આપવામાં આવતી વખતોવખત સુચનાઓનું પાલન કરી, માર્કેટ યાર્ડમાં આવતાં દરેક વ્યકિતઓને કોરોનામહામારીથી બચાવવા માટે સોશ્યલ-ડીસટન્સ, મફત માસ્ક વિસ્તરણ, સેનેટાઇઝેશન વિગેરે પ્રચાર/પ્રસાર (પોસ્ટર/જાહેરાત વિગેરે), કોરોના ટેસ્ટ કેમ્પ કરી, જરૂરી આરોગ્યલક્ષી જાગૃતિ લાવવા પ્રયત્નો કરી, કોરોના સામેની સ્વાસ્થ્ય ઝુંબેશ ચલાવી, માર્કેટયાર્ડનું કામકાજચલાવવામાં આવેલ અને હાલ પણ તકેદારી રાખવામાં આવી રહેલ છે.

મારી અંગત અન્ય વ્યસ્તતા છતાં મહતમ સમયની માર્કેટયાર્ડમાં ફાળવણી કરી સ્થળ ઉપર પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા હું તથા મારા સાથી સભ્યશ્રીઓ કટીબધ્ધ છીએ.

સંસ્થાના મુખ્ય/સબમાર્કેટયાર્ડનું કામકાજ કોરોનાની ભયજનક પરિસ્થિતિ વચ્ચે કર્મચારીઓનો સહિયારા પ્રયત્નો સાથે ઉત્સાહ જાળવી, કપરા-કઠીન સમયમાં આવકનાં લક્ષ્યાંકો પણ સિધ્ધ કરી, ઘણાસમયથી ચાલી આવતી નુકશાની સામે ર૦ર૧.રરના વર્ષ માં આવકનો વધારો પ્રસ્‍થાપિત કરવામાં સફળતા મળેલ છે.

નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુજરાતરાજય ગાંધીનગરના પત્ર નંબર નબસ/૦૧/થ/ઓ.એસ./પછર/ર૦ર૦ તા.૧૩.૫.ર૦ર૦ મુજબ રાજય સરકારશ્રી ના ક્રુષીખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર ધ્વારા બહાર પડાયેલ સને-ર૦ર૦ નો ગુજરાતવટ હુકમ ક્રમાંક-૩ અન્વયે ગુજરાત ખેત-ઉત્પન્ન બજાર અધિનિયમ ૧૯૬૩ વધુ સુધારવા બાબત વટ-હુકમ અન્વેય કરેલ સુધારાઓ તથા વધુ આનુષાંગિક સુધારાઓ મુજબ અમલદારી કરવામાં આવી રહેલ છે. જે મુજબ બજારસમિતિ-રાજકોટ તરફથી વેપારી લાયસન્‍સ નિયામક શ્રી ખેતબજાર અને ગ્રામ્યઅર્થતંત્ર, ગુજરાતરાજય ગાંધીનગર તરફથી આપવામાં આવેલ સતા-અન્વેય નાયબ નિયામક શ્રી ખેતબજાર અને ગ્રામ્યઅર્થતંત્ર અને જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, રાજકોટ સમક્ષ યુનિફાઇડ લાયસન્‍સ મંજુર કરાવવામાં આવી રહેલ છે.

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-રાજકોટની યુનિફાઇડ ઇ-માર્કેટ ની રચના કરવા માટે પસંદગી થયેલ અને તે માટે જરૂરી ઇ-ટ્રેડીંગ અંગેની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને થયેલ સુચના મુજબ કારગીરી કરવામાં આવી રહેલ છે. ઇ-ટ્રેડીંગ માટે એક-ખાસ અલગ વિભાગ સ્થાપવામાં આવેલ છે. તેમજ ખરીદ-વેચાણની વ્યવસ્થા ઇ-ટ્રેડીંગ મારફત થાય તે માટે સરકારી શ્રી સાથે સંકલન સાધી કામગીરી કરવામાં આવી રહેલ છે.

ખેડુતો પોતાની જમીન તથા પિયતપાણીનું પુથ્થકરણ કરાવી શકે તે માટે મુખ્યમાર્કેટ યાર્ડમાં સોઇલ ટેસ્ટીંગ લેબોરેટરી વસાવવા માં આવેલ છે, અને તેમાં થતાં પુથ્થકરણો માટે બજાર સમિતિ-રાજકોટના બજાર વિસ્તારના ખેડુતોને સબસીડી પણ આપવામાં આવી રહેલ છે, જેનો દરેક ખેડુતભાઇ લાભ લેવા આ તકે વિનંતી કરૂં છુ.

બજારસમિતિ-રાજકોટના આવેલ મુખ્ય સબયાર્ડમાં સીસીટીવીની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, તેમજ મુખ્ય/સબ-યાર્ડમાં સીસીટીવી વ્યવસ્થાનું જરૂરીયાત મુજબ વિસ્તરણ કરવામાં આવેલ છે, જેથી ૧૦૦ ટકા એરીયા આવરી લઇ સલામતી આપવા અમો કટીબધ્ધ છીએ.

ખેડુતો પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારશ્રી ની યોજના ઓ સાથે સંકલન સાધી મગફળી/ચણા/તુવેર/કપાસ વિગેરે ખેતપેદાશોની ટેકાનાભાવે એજન્સીઓ ખરીદી કેન્દ્રો સ્થાપી ખરીદી ચાલુ રાખે તે માટે જરૂરી પગલા લઇ જે તે એજન્સીને સુવિધા/વ્યવસ્થા પુરી પાડી ખેડુતોના હિત જળવાઇ રહે તેમાટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ છે.

બજાર સમિતિ-રાજકોટના બજાર વિસ્તારના ખેડુત ખાતેદારો ના આકસ્મિક થતાં અવશાન બદલ તેઓ ના પરીવાને મદદરૂપ થવા માટે બે લાખની સહાય (સરકારી/સહકારી ક્ષેત્ર ના મંજુર થયેલ કલેઇમના આધારે) આપવવામાં આવેલ છે. જેની નોંધ લેવા ખેડુત ખાતેદારોને ખાસ વિનંતી કરૂં છું.

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજકોટના સરળ અને અસરકારક વહીવટ માટે વર્ષ દરમ્યાન સાથી સભ્ચોશ્રીઓ ખેડૂત, વેપારી-દલાલ તથા મજુર ભાઈઓ તરફથી જે સાથ સહકાર આપવામાં આવેલ છે...,, તે બદલ તે સૌનો...,,, નિયામકશ્રી, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુજરાત રાજય, ગાંધીનગર,.... શ્રી ગુજરાત રાજય કૃષિ બજાર બોર્ડ, ગાંધીનગર. શ્રી જીલ્લા રજીસ્ટ્રાર સાહેબ, સહકારી મંડળીઓ, રાજકોટ,. શ્રી ગુજરાત નિયંત્રીત બજાર સંઘ-અમદાવાદ તરફથી તેમજ કલેકટરશ્રી, રાજકોટ, જીલ્લા રાજકોટ તરફથી પણ વર્ષ દરમ્યાન જે સાથ સહકાર આપવામાં આવેલ છે તે બદલ તેઓનો પણ આ તકે આભાર માનું છુ.

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજકોટના સરળ સંચાલન માટે કર્મચારી ભાઈઓ તરફથી ખંતપુર્વક જે ફરજ બજાવેલ છે તે જ રીતે ખંતપુર્વક અને ઉત્સાહથી ફરજ બજાવતાં રહેશે તેવી અપેક્ષા સાથે તેઓએ બજાવેલ કામગીરી/ફરજની આ તકે નોંધ લઉં છું.

અંતમાં.. રાજકોટ માર્કેટ યાર્ડ સતત પ્રગતિ કરે અને અન્યો માટે પ્રેરણારૂપ બની રહે તેવી અપેક્ષા.


શ્રશ્રી જયેશભાઇ ગોવીંદભાઇ બોઘરા
ચેરમેનશ્રી
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજકોટ


  Check Daily Rates
કિંમતો રૂ. પ્રતિ 20 Kg
અનાજ ન્યુનતમ મહત્તમ
શાકભાજી ન્યુનતમ મહત્તમ
પૂર્વ ચેરમેનશ્રીઓ ની નામાવલી
પૂર્વ ચેરમેનશ્રીઓ, વાઇસ ચેરમેનશ્રીઓ અને સેક્રેટરીશ્રીઓ નામાવલી જોવા માટે ક્લિક કરો
View all
ચેરમેનશ્રીનું નિવેદન
ચેરમેન શ્રી જયેશભાઈ બોઘરા
Read Statement