Prices of Today
તારીખ : 21-06-2018 તારીખ મુજબ જણસી રીપોર્ટ / Date wise commodity report
 
કપાસ બીટી - 960.00 , 1257.00 | ઘઉં લોકવન - 326.00 , 364.00 | ઘઉં ટુકડા - 331.00 , 405.00 | જુવાર - સફેદ - 525.00 , 645.00 | જુવાર - પીળી - 280.00 , 340.00 | બાજરી - 250.00 , 300.00 | મકાઇ - 250.00 , 290.00 | તુવેર - 700.00 , 780.00 | ચણા - પીળા - 655.00 , 689.00 | અળદ - 600.00 , 830.00 | મગ - 965.00 , 1156.00 | વાલ - દેશી - 355.00 , 555.00 | વાલ - પાપળી - 490.00 , 525.00 | ચોળી - 1050.00 , 1275.00 | મઠ - 350.00 , 725.00 | કડથી - 425.00 , 675.00 | સીંગદાણા - 700.00 , 880.00 | તલી - 1605.00 , 1865.00 | એરન્ડા - 725.00 , 775.00 | અજમો - 900.00 , 1325.00 | સુવા - 680.00 , 725.00 | સીંગફાડા - 740.00 , 840.00 | તલ કાળા - 1400.00 , 2100.00 | લસણ - 105.00 , 303.00 | ધાણા - 740.00 , 1021.00 | વરીયાળી - 1050.00 , 1425.00 | જીરૂ - 2950.00 , 3150.00 | રાય - 750.00 , 789.00 | મેથી - 260.00 , 641.00 | ઇસબગુલ - 1150.00 , 1325.00 | રાયડો - 445.00 , 717.00 | રજકાનું - બી - 2275.00 , 2650.00 | ગુવારનું - બી - 670.00 , 720.00 |
બટાટા - 230.00 , 340.00 | ડુંગળી સુકી - 80.00 , 211.00 | ટમેટા - 400.00 , 500.00 | સુરણ - 250.00 , 370.00 | કોથમરી - 700.00 , 1000.00 | મુળા - 360.00 , 540.00 | રીંગણા - 130.00 , 250.00 | કોબીજ - 120.00 , 180.00 | ફુલાવર - 450.00 , 750.00 | ભીંડો - 400.00 , 600.00 | ગુવાર - 500.00 , 800.00 | ચોળા સીંગ - 750.00 , 950.00 | ગીલોડા - 160.00 , 240.00 | દૂધી - 250.00 , 420.00 | કારેલા - 450.00 , 700.00 | સરગવો - 400.00 , 640.00 | તુરીયા - 800.00 , 1000.00 | પરવર - 450.00 , 650.00 | કાકડી - 340.00 , 450.00 | ગાજર - 160.00 , 240.00 | બીટ - 160.00 , 270.00 | ગલકા - 500.00 , 700.00 | મેથી - 530.00 , 720.00 | ડુંગળી લીલી - 400.00 , 600.00 | આદુ - 1100.00 , 1250.00 | મરચા - લીલા - 550.00 , 750.00 | મકાઇ - લીલી - 220.00 , 310.00 | લીંબુ - 300.00 , 550.00 |

ચેરમેનશ્રીનું નિવેદન

માનનીય સદગૃહસ્થો,
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટનો સને ૨૦૦૯-૨૦૧૦ ના વર્ષનો ૪૪ મો વાર્ષિક અહેવાલ તથા હિસાબો આપની સમક્ષ રજુ કરતાં આનંદ અનુભવું છું.
 
રાજ્ય સરકાર યોજીત કૃષિ મહોત્સવ ૨૦૦૯ અંતર્ગત તા.૨/૩.૬.૨૦૦૯ ના રોજ કૃષિ શીબીર/પ્રદર્શન/પરિસંવાદ યોજવામાં આવેલ. સદરહુ કાર્યક્રમમાં મારા સાથી સભ્યશ્રીઓ તરફથી આપવામાં આવેલ સાથ સહકાર બદલ તેઓશ્રીનો આભાર માનું છું.
 
રાજ્ય સરકારશ્રી પાસેથી રાજકોટ તાલુકા/જીલ્લાના રાજકોટ મોરબી રોડ ઉપર આવેલ બેડી ગામની સરકારી ખરાબાની સર્વે નં. ૨૬૧ પૈકીની જમીન હેક્ટર ૩૭ :૩૬:૫૦ ચોરસ મીટર માર્કેટ યાર્ડના વિસ્તૃતિકરણ માટે મેળવવામાં આવેલ છે.સદરહુ જમીનમાં કરાવવાના વિકાસના કામો માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે મુજબ સદરહુ બેડી માર્કેટ યાર્ડમાં કરાવવાના જુદા જુદા બાંધકામનો રૂપિયા ૧૪૬ કરોડના અંદાજી ખર્ચનો પ્રોજેક્ટ રિપોર્ટ વર્ષ દરમ્યાન મંજુર કરવામાં આવેલ છે. સદરહુ પ્રોજેક્ટ રિપોર્ટને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વસ્ટ કમિટિ - ૨૦૦૯ ની તા. ૧૨/૧૩ જાન્યુઆરી ૨૦૦૯ ના રોજ મળેલ મીટીંગમાં "મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ" (M.O.U) તરીકે રાજ્ય સરકારશ્રી તરફથી સ્વીકારવામાં આવેલ છે.તેમજ વિકાસના કામો હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
 
સદરહુ બાબતે જરૂરી ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવેલ . જે બાબતે વિવાદ ઉપસ્થિત થતાં કોર્ટના આદેશ મુજબ હાલ સદરહુ કામગીરી સ્થગિત કરવી પડેલ . આશા રાખું છું કે આ વિકાસની કામગીરી અટકાવતાં વિઘ્નો દુર થતાં વિકાસની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવશે.
 
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ -રાજકોટના બજાર વિસ્તારમાંથી વેપારીઓ માર્કેટા શેષની ચોરી કરી બજારધારાનું ઉલ્લંધન કરી ખેડુતોના માલનું ગામડે બેઠા ખરીદ વેચાણ કરવામાં આવતું હોઇ.સદરહુ બાબતે સિઝન દરમ્યાન ઘનિષ્ઠ ચેકીંગની કામગીરી કરવામાં આવેલ અને નોંધપાત્ર માર્કેટ ફી ની આવક થવા પામેલ અને બારોબાર થતા વેચાણને નિયંત્રીત કરવામાં આવેલ છે. તેમજ શાકભાજી વિભાગમાં માર્કેટફી ની થતી ચોરી અંગે કર્મચારીઓ દ્વારા ઘનીષ્ઠ તપાસ કરાવી દોષીતોને દંડ કરવામાં આવેલ જેના પરિણામે શાકભાજી વિભાગની માર્કેટફી ની આવકમાં નોંધપાત્ર વધારો થવા પામેલ છે.
 
 
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટના બજાર વિસ્તાર રાજકોટ તથા લોધીકા તાલુકામાં આવેલ ગામોના તળાવ ઉંડા કરાવવા અંગે લોકફાળો ૨૦ ટકાની યોજના અંન્વયે શ્રી કાર્યપાલક ઇજનેર સરદાર પટેલ સહભાગ સિચાઇ વિભાગ -૨, રાજકોટને જરૂરી બાંહેધારી આપી કામગીરી હાથ ધરવા વિનંતી કરવામાં આવેલ છે.
 
“રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના “ અંતર્ગત રાજ્યના ખેડુતોને સોઇલ હેલ્થ કાર્ડ પુરા પાડવા માટે માર્કેટયાર્ડમાં સોઇલ ટેસ્ટ લેબોરેટરી શરૂ કરવા માટે શ્રી પોપટભાઇ સોરઠીયા વેજીટેબલ માર્કેટયાર્ડ શાકભાજી વિભાગમાં આવેલ ગેસ્ટ હાઉસ માં ૧૦૦૦ ચોરસ ફુટ જગ્યા આપવાનુ નક્કી કરવામાં આવેલ છે. જે અંગેના જેતે સરકારી ખાતાને માહિતી / પ્લાન પુરા પાડવામાં આવેલ છે.
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - રાજકોટના સરળ અને અસરકારક વહીવ માટે વર્ષ દરમ્યાન મારા સાથી સભ્યશ્રીઓ, ખેડુત, વેપારી તથા મજુર ભાઇઓ તરફથી જે સાથ સહકાર આપવામાં આવેલ છે...,તે બદલ તે સૌનો..,નિયામકશ્રી , ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર , શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર , શ્રી ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ, ગાંધીનગર શ્રી જીલ્લા રજીસ્ટાર સા. સહકારી મંડળીઓ,રાજકોટ,.શ્રી ગુજરાત નિયંત્રીત બજાર સંઘ-અમદાવાદ તરફથી પણ વર્ષ દરમ્યાન જે સાથ સહકાર આપવામાં આવેલ છે તે બદલ તેઓનો પણ આ તકે આભાર માનું છું.
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-રાજકોટના સરળ સંચાલન માટે કર્મચારી ભાઇઓ તરફથી ખંતપુર્વક જે ફરજ બજાવેલ છે તેજ રીતે ખંતપુર્વક અને ઉત્સાહથી ફરજ બજાવતા રહેશે તેવી અપેક્ષા સાથે તેઓએ બજાવેલ કામગીરી/ફરજની આ તકે નોંધ લઉં છુ.
અંતમાં....રાજકોટ માર્કેટ યાર્ડ સતત પ્રગતિ કરે અને અન્યો માટે પ્રેરણારૂપ બની રહે તેવી અપેક્ષા.
(શ્રી વિઠ્ઠલભાઇ હંસરાજભાઇ રાદડીયા)
ચેરમેન     
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,
રાજકોટ